Friday, July 29, 2016

લોહાણા મહાજન મહિલા સમિતિ દ્વારા ૧૩ મીથી બે દિ ગૃહઉદ્યોગની વસ્તુઓનું પ્રદર્શન કમ સેલ Courtesy AKILA NEWS www.akilanews.com -inf by Ashok Hindocha M-94262-54999

News of Friday, 29th July, 2016
લોહાણા મહાજન મહિલા સમિતિ દ્વારા ૧૩ મીથી બે દિ ગૃહઉદ્યોગની વસ્તુઓનું પ્રદર્શન કમ સેલ- Courtesy   AKILA NEWS 
www.akilanews.com
inf by Ashok Hindocha M-94262 54999
ભરતકામ, મોતીકામ, ગ્લાસ પેઇન્ટીંગસ, રેડીમેડ ગારમેન્ટસ, આર્ટીફીશીયલ ઓર્નામેન્ટ, જેન્ટસ વેર, ખાણી પીણી સહીતની વસ્તુઓના ૬૦ થી વધુ સ્ટોલ ઉભા કરાશે : ફોર્મ વિતરણ શરૂ
લોહાણા મહાજન મહિલા સમિતિ દ્વારા ૧૩ મીથી બે દિ ગૃહઉદ્યોગની વસ્તુઓનું પ્રદર્શન કમ સેલ
      રાજકોટ તા. ૨૯ : શહેરથી દુર છેવાડાના વિસ્તારોમાં રહેતા બહેનો આર્થિક રીતે પગભર થઇ પરિવારને મદદરૂપ બની શકે તેવા હેતુથી રાજકોટ લોહાણા મહાજન મહિલા સમિતિ દ્વારા ગૃહઉદ્યોગની વસ્ુતઓના પ્રદર્શન કમ સેલનું બે દિવસીય આયોજન કરાયુ છે.
      આ અંગે 'અકિલા' કાર્યાલયે વિગતો વર્ણવતા સમિતિના બહેનોએ જણાવેલ કે લોહાણા જ્ઞાતિની બહેનો તેમના રહેલ કૌશલ્યને બહાર લાવે અને સાથો સાથ આર્થિક ઉપાર્જન કરી શકે તેવા હેતુથી આગામી તા. ૧૩ અને ૧૪ ના બે દિવસીય હેન્ડક્રાફટ પ્રદર્શન કમ સેલ કેશરીયાવાડી, કાલાવડરરોડ ખાતે યોજેલ છે. બન્ને દિવસ સવારે ૯ થી રાત્રે ૮ સુધી આ પ્રદર્શન ખુલ્લુ રહેશે.
      જેમાં ભરતકામ, મોતીકામ, ગ્લાસ પેઇન્ટીંગસ, રેડીમેડ ગારમેન્ટસ, સાડી, કુર્તી, લેગીઝ, ડ્રેસ મટીરીયલ્સ, આર્ટીફીશીયલ ઓર્નામેન્ટ, જેન્ટસ વેર, ખાણી પીણી, ફુડ પેકટસ, કોલ્ડ્રીંકસ, અથાણા, પાપડ, વડી, મસાલા તેમજ જેન્ટસ લેડીઝ-જેન્ટસ ચપ્પલ, સ્લીપર સહીતની વસ્તુઓ પ્રદર્શન કમ વેચાણ અર્થે મુકાશે.
      અંદાજીત ૬૦ થી વધુ સ્ટોલ ઉભા કરાશે. ખાણીપીણીના સ્ટોલ ઉપર તો લાઇવ સેવા અપાશે. ગરમા ગરમ ઢોસા, ઇડલી, ફરસાણ સહીતની વસ્તુઓ સ્થળ ઉપર જ બનાવીને પીરસાશે.
      આ પ્રદર્શન કમ સેલમાં સ્ટોલ રાખવા ઇચ્છુતા બહેનોએ લોહાણા મહાજનવાડી, સાંગણવા ચોક ખાતે સવારે ૧૦ થી ૧ અને બપોરે ૪ થી ૭ દરમિયાન ફોર્મ મેળવી લેવા અને વધુ માહીતી માટે પ્રમુખ ઇન્દિરાબેન શીંગાળા, સ્મીતાબેન ગણાત્રા (મો.૯૪૨૮૭ ૦૦૧૦૨), દિપતીબેન કકકડ (મો.૯૭૧૪૨ ૦૦૦૯૩), અંજનાબેન હિંડોચા (મો.૯૪૦૮૮ ૮૮૫૬૮), નયનાબેન પાંધી (ફોન- ૨૫૭૬૩૮૫), કમલાબેન ભાગ્યોદય (મો.૯૪૨૭૪ ૧૦૦૦૭), હેતલબેન કારીયા (મો.૭૮૦૨૯ ૬૬૬૬૮), શીલ્પાબેન પૂજારા (મો.૯૮૨૫૨ ૫૩૩૯૯), મનિષાબેન ભગદેવ (મો.૮૭૫૮૬ ૧૫૩૭૬) નો સંપર્ક કરવા જણાવાયુ છે.
      ફોર્મ ભરીને પરત કરવાની છેલ્લી તા.૭-૮-૨૦૧૬ છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.
      તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા લોહાણા મહાજન મહિલા સમિતિના પ્રમુખ ઇન્દુરાબેન શીંગાળા, સ્મિતાબેન ગણાત્રા, દિપ્તીબેન કકકડ, અંજનાબેન હિંડોચા, કમલાબેન ભાગ્યોદય, હેતલબેન કારીયા નજરે પડે છે.
 (04:24 pm IST)
 
Share This News
 
Follow Akilanews.com

Saturday, July 23, 2016

લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા કાલે પ્રતિભા સન્માન પ ગોલ્ડ મેડલ, ૬ સિલ્વર મેડલ, કેશ એવોર્ડ, ૧૪ વિશેષ સહીત ૩૦૦ પ્રતિભાઓને બિરદાવાશે-inf by Ashok Hindocha M-94262 54999

Last Updated on 05:43 pm IST
તા. ૨૩ જૂલાઇ ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ અષાઢ વદ - ૪ શનિવાર
Registration | Login

Samachar Rajkot
News of Saturday, 23rd July, 2016
courtesy- AKILA NEWS
www.akilanews.com
inf. by Ashok Hindocha M-94262 54999
hindochaashok@gmail.com
 
લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા કાલે પ્રતિભા સન્માન
પ ગોલ્ડ મેડલ, ૬ સિલ્વર મેડલ, કેશ એવોર્ડ, ૧૪ વિશેષ સહીત ૩૦૦ પ્રતિભાઓને બિરદાવાશે
લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા કાલે પ્રતિભા સન્માન
    લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા આવતીકાલે યોજાયેલ પ્રતિભા સન્માન સમારોહની વિગતો 'અકિલા' ખાતે વર્ણવતા સર્વશ્રી પ્રમુખ યોગેશભાઇ જસાણી, મંત્રી અશોકભાઇ હિન્ડોચા, મંત્રી ભુપેન્દ્રભાઇ કોટક, હિતેષભાઇ પોપટ, પી. એન. સુચક, મનસુખભાઇ કોટેચા, પ્રકાશભાઇ ઠકકર, પરેશભાઇ તન્ના, અજયભાઇ ઠકરાર, જગદીશભાઇ ગણાત્રા નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી) (૧૬.૭)
   રાજકોટ તા. ૨૩ : લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા રઘુવંશી સમાજના ધો. ૧૦ અને ૧૨ માં ૭૦ ટકાથી વધુ ગુણ મેળવનાર વિશેષ વિદ્યાર્થી પ્રતિભાઓને બિરદાવવા કાલે તા. ૨૪ ના રવિવારે સન્માન સમારોહ યોજવામાં આવેલ છે.
   આ અંગેની વિગતો 'અકિલા' ખાતે વર્ણવતા મંડળના આગેવાનોએ જણાવેલ કે અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે કાલે રવિવારે સવારે ૯.૩૦ થી કાર્યક્રમનો પ્રારંભ કરાશે. ધો.૧૦, ૧૨ ગુજરાત બોર્ડ તથા અન્ય બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર તથા જ્ઞાતિક્ષેત્રે પ્રથમ, દ્વીતીય સ્થાન મેળવનાર વિશિષ્ટ રઘુવંશી રત્નોનું પ ગોલ્ડ મેડલ, ૬ સિલ્વર મેડલ અને રૂ.૧૧૦૦૦ નું કેશ એવોર્ડ આપી બહુમાન કરાશે. ૧૪ વિશેષ મળી ૩૦૦ થી વધુ પ્રતિભાઓને સન્માનીત કરાશે. લોહાણા મહાજનના પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન નથવાણીના અધ્યક્ષસ્થાને યોજાનાર આ સમારોહના અતિથિ વિશેષ તરીકે ડે. મ્યુ. કમિશ્નર ચેતનભાઇ નંદાણી, પોરબંદરના ઇન્ચાજ એડીશ્નલ કલેકટર ચેતનભાઇ ગણાત્રા, ગાંધીનગર ડી.વાય.એસ.પી. ગૌરવભાઇ જસાણી, લોહાણા સેવા મંડળ ટ્રસ્ટના ચેરમેન નટુભાઇ કોટક, તનિષ્ક જવેલર્સવાળા મનુભાઇ મહેતા ઉપસ્થિત રહેશે.
   આ પ્રસંગે ગોલ્ડ મેડલના દાતા તથા કેશ એવોર્ડસના દાતા જયંતિભાઇ મહેતા (ગુજરાત ફર્નીચર), ડો. મિલાપભાઇ ઠકરાર (એમ.ડી. સદભાવના હોસ્પિટલ), શ્રીમતી કાશ્મીરાબેન નીતીનભાઇ રાડીયા (રાડીયા હોસ્પિટલ), કુમુદભાઇ મીરાણી (સુરેશચંદ્ર જમનાદાસ રાજાણી), પ્રિતેશભાઇ કોટેચા (પોર્ટુગલ દાતા પરિવાર), ભરતભાઇ દ્રોણ (સ્વ. હરીશ ટી.આર. ઠકરાર પબ્લીક ચેરી. ટ્રસ્ટ), લોહાણા મહાજનના હોદેદારો વીણાબેન પાંધી, જનકભાઇ કોટક, ચંદ્રકાંતભાઇ તન્ના, રીટાબેન કોટક, શૈલેષભાઇ ગણાત્રા, અશોકભાઇ કુંડલીયા, ડો. વી.એલ. ચંદારાણા, સંજયભાઇ કકકડ, છબીલભાઇ નથવાણી, યોગેશભાઇ જસાણી, અશોક હિન્ડોચા, ભુપેન્દ્રભાઇ કોટક, સુરેશભાઇ કાથરાણી તેમજ વિવિધ સંસ્થાના અગ્રણીઓ જગદીશભાઇ ગણાત્રા, દાતા પરિવારજનો કે. ડી. કારીયા,  ઇશ્વરભાઇ ખખ્ખર પરિવાર, પ્રવિણચંદ્ર સંઘાણી પરિવાર, મિતલભાઇ ખેતાણી પરિવાર, ઉપેનભાઇ માનસાતા પરિવાર, રંજનબેન પોપટ, રમણભાઇ કોટક, ઇન્દીરાબેન શીંગાળા, મીનાબેન જસાણી, કુંદનબેન રાજાણી, વિજયભાઇ કારીયા, હસુભાઇ ભગદેવ, યોગેશભાઇ પુજારા, જી. આર. રાચ્છ, મહેન્દ્રભાઇ નથવાણી, લોહાણા મહાપરિષદના હોદેદારો અને રઘુવંશી સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહી રઘુવંશી રત્નોને પ્રોત્સાહીત કરશે.
   લોહાણા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ યોગેશભાઇ જસાણી (મો.૯૪૨૬૨ ૧૬૭૯૪), ઉપપ્રમુખ ડો. નીતીનભાઇ રાડીયા, માનદમંત્રીઓ અશોકભાઇ હિન્ડોચા (મો.૯૪૨૬૨ ૦૧૯૯૯), ભુપેન્દ્રભાઇ કોટક (મો.૯૮૨૪૮ ૪૫૨૦૭), કન્વીનરો અજયભાઇ ઠકરાર (મો.૯૮૨૪૨ ૫૮૨૫૮), રાજેશભાઇ અઢીયા (મો.૯૮૯૮૧ ૬૧૬૨૬), સંજયભાઇ કકકડ, પ્રકાશભાઇ સુચક, હિતેશભાઇ પોપટ, મનસુખભાઇ કોટેચા, પ્રકાશભાઇ ઠકકર, પરેશભાઇ તન્ના, કારોબારી સભ્યો તથા કાર્યાલય મંત્રી વિનોદભાઇ બુધ્ધદેવ દ્વારા તમામ જ્ઞાતિજનોને વિદ્યાર્થીઓ પ્રતિભાઓને પ્રોત્સાહીત કરવા ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. (૧૬.૭)
 (05:00 pm IST)
www.ashokhindocha.blogspot.com       
M-94262 54999

Friday, July 22, 2016

મક્કમ ઈરાદા સાથે આગળ વધનારાઓને સફળતા મળતી જ હોય છે-inf by Ashok Hindocha www.ashokhindocha.blogspot.com M-94262 54999

મક્કમ ઈરાદા સાથે આગળ વધનારાઓને સફળતા મળતી જ હોય છે-inf by Ashok Hindocha
www.ashokhindocha.blogspot.com M-94262 54999શ્રુતિ કુમારે જજ બનવામાં સફળતા મેળવી એ પછી તેના સન્માન માટે એક સમારંભનું આયોજન થયું. એ સમારંભમાં શ્રુતિ કુમારે કહ્યું કે કોઈ સપનું સાચું પડવા જેટલી ખુશી હું અનુભવી રહી છું. આજે મારું જ નહીં, મારા પિતાનું સપનું પણ સાકાર થયું છે. અહીં સુધી તો વાત સામાન્ય લાગે, પણ ખરી રોમાંચક અને રસપ્રદ વાત હવે આવે છે. શ્રુતિના પિતા સુરેન્દ્ર કુમાર જલંધર જિલ્લા અદાલતની બહાર ચા વેચીને કુટુંબનું ગુજરાન ચલાવતા હતા. તેમણે પોતાની પુત્રીને ઉચ્ચ અભ્યાસ કરાવવાનું નક્કી કર્યું હતું. દરેક પિતાની જેમ તેમની પણ ઝંખના હતી કે તેમની પુત્રી કોઈ ઉચ્ચ સ્થાન પર પહોંચે. શ્રુતિએ પહેલા જ પ્રયાસમાં પંજાબ સિવિલ સર્વિસીસ કમિશનની પરીક્ષા પાસ કરી ત્યારે તેમને રોમાંચ થયો હતો, પણ એક વર્ષની તાલીમ બાદ શ્રુતિની નિમણૂક જલંધર જિલ્લા અદાલતમાં જ જજ તરીકે થઈ ત્યારે તેમની આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા હતા. તેઓ જે અદાલતની બહાર ચા વેચતા આવ્યા હતા એ જ અદાલતમાં તેમની પુત્રી જજ તરીકે બિરાજમાન થઈ હતી. માણસ સપનું જુએ અને મક્કમ ઈરાદા સાથે એ સપનું સાકાર કરવા માટે મચી પડે તો તેને સફળતા મળતી જ હોય છે એ શ્રુતિ કુમારે સાબિત કરી બતાવ્યું. (courtesy : mumbai samachar)

 - આશુ પટેલ


Inline image

પંજાબના જલંધર શહેરમાં એક તેજસ્વી યુવતી શ્રુતિ કુમારે જજ બનવાનું સપનું જોયું હતું. તે કોલેજમાં ભણતી હતી એ વખતથી જ તેણે જજ બનવાનું નક્કી કર્યું હતું. જજ બનવા માટે શું કરવું જોઈએ એ વિશે તેણે માહિતી મેળવી લીધી હતી. તેણે પંજાબ યુનિવર્સિટીમાં કાનૂનનો અભ્યાસ કર્યો. તેને એલ.એલ.બી.ની ડિગ્રી મેળવી લીધા પછી તરત જ પંજાબ સિવિલ સર્વિસીસ કમિશનની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી. શ્રુતિને ઘણા મિત્રો અને પરિચિતોએ કહ્યું હતું કે સિવિલ સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરવી એ બહુ અઘરું કામ છે. થોડી જગ્યાઓ માટે હજારો ઉમેદવારો પરીક્ષા આપતા હોય છે. જો કે શ્રુતિ કુમારે એવી સલાહો કે હતાશાજનક વાતો મન પર લીધા વિના પરીક્ષાની તૈયારીઓ ચાલુ રાખી હતી. શ્રુતિ કુમારે ૨૦૧૪માં ૨૩ વર્ષની ઉંમરે પંજાબ સિવિલ સર્વિસીસ કમિશનની જ્યુડિશરી એટલે કે ન્યાયિક ક્ષેત્રની સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને પહેલા જ પ્રયાસમાં તેણે તે પરીક્ષા પાસ કરી લીધી. પરીક્ષામાં પાસ થયા પછી તેણે એક વર્ષની તાલીમ લીધી અને તેની જલંધરની જિલ્લા અદાલતમાં જજ તરીકે નિમણૂક થઈ.Wednesday, July 20, 2016

Tuesday, July 19, 2016

પરીન ફર્નિચરવાળા દિપેશભાઇ નંદાણી અને અવનીબેન નંદાણીની અંતિમયાત્રામાં અશ્રુનો દરીયો ઘૂઘવ્યોઃ હજ્જારો રઘુવંશીઓ અને ભાજપ આગેવાનો પણ સ્મશાનયાત્રામાં Courtey AKILA NEWS.....

પરીન ફર્નિચરવાળા દિપેશભાઇ નંદાણી અને અવનીબેન નંદાણીની અંતિમયાત્રામાં અશ્રુનો દરીયો ઘૂઘવ્યોઃ હજ્જારો રઘુવંશીઓ અને ભાજપ આગેવાનો પણ સ્મશાનયાત્રામાં Courtey    AKILA NEWS.....
પરીન ફર્નિચરવાળા દિપેશભાઇ નંદાણી અને અવનીબેન નંદાણીની અંતિમયાત્રામાં અશ્રુનો દરીયો ઘૂઘવ્યોઃ હજ્જારો રઘુવંશીઓ અને ભાજપ આગેવાનો પણ સ્મશાનયાત્રામાં
   રાજકોટઃ રાજકોટ-સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ પરિન ફર્નિચર પરિવારના દિપેશભાઇ નંદાણી અને અવનીબેનનું ગત રવિવારે અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું. સદ્દગતની સ્મશાનયાત્રા આજે સવારે એસ્ટ્રોન સોસાયટી બગીચા સામે પર્ણકુટીર મેઇન રોડ ખાતે આવેલ તેમના નિવાસસ્થાનેથી નિકળી હતી. અંતિમયાત્રામાં લાગણીના દ્રશ્યો સર્જાયા હતા. સ્મશાનયાત્રામાં  ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ વિજયભાઇ રૂપાણી, કશ્યપભાઇ શુકલ, રઘુવંશી સમાજના આગેવાનો હસુભાઇ ભગદેવ, રમેશભાઇ કક્કડ, હસુભાઇ ચંદારાણા, શાંતુભાઇ રૂપારેલીયા, દિનેશભાઇ કારીયા , નિતીનભાઇ ભારદ્વાજ, મનીષભાઇ રાડીયા, કશ્યપભાઇ શુકલ, શાંતુભાઇ રૂપારેલીયા, વિજયભાઇ કારીયા, રમેશભાઇ ઠક્કર, કાશ્મીરાબેન નથવાણી, અશોકભાઇ હિન્ડોચા, જયંતીભાઇ કાનાબાર, કે. ડી. કારીયા, ડાયાલાલ કેસરીયા, જીતુભાઇ કોટક, જનકભાઇ કોટક, પ્રફુલભાઇ રાયચુરા, નીતુભાઇ ઝીબા  તેમજ વેપારી મહાજનના આગેવાનો તેમજ નંદાણી પરિવાર સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સદ્દગતની પ્રાર્થનાસભા તા. ૨૧ ના ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ સુધી પર્ણકુટીર સોસાયટી હોલ (રાજનગર ચોક પાસે, એસ્ટ્રોન સોસાયટી બગીચા સામે) રાજકોટ ખાતે રાખેલ છે. (તસ્વીર : અશોક બગથરીયા) (૧૫.૨)
 (11:47 am IST)
 
Share This News
 
Follow Akilanews.com

પરીન ફર્નિચરવાળા દિપેશભાઇ નંદાણી અને અવનીબેન નંદાણીની અંતિમયાત્રામાં અશ્રુનો દરીયો ઘૂઘવ્યોઃ હજ્જારો રઘુવંશીઓ અને ભાજપ આગેવાનો પણ સ્મશાનયાત્રામાં પરીન ફર્નિચરવાળા દિપેશભાઇ નંદાણી અને અવનીબેન નંદાણીની અંતિમયાત્રામાં અશ્રુનો દરીયો ઘૂઘવ્યોઃ હજ્જારો રઘુવંશીઓ અને ભાજપ આગેવાનો પણ સ્મશાનયાત્રામાં રાજકોટઃ રાજકોટ-સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ પરિન ફર્નિચર પરિવારના દિપેશભાઇ નંદાણી અને અવનીબેનનું ગત રવિવારે અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું. સદ્દગતની સ્મશાનયાત્રા આજે સવારે એસ્ટ્રોન સોસાયટી બગીચા સામે પર્ણકુટીર મેઇન રોડ ખાતે આવેલ તેમના નિવાસસ્થાનેથી નિકળી હતી. અંતિમયાત્રામાં લાગણીના દ્રશ્યો સર્જાયા હતા. સ્મશાનયાત્રામાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ વિજયભાઇ રૂપાણી, કશ્યપભાઇ શુકલ, રઘુવંશી સમાજના આગેવાનો હસુભાઇ ભગદેવ, રમેશભાઇ કક્કડ, હસુભાઇ ચંદારાણા, શાંતુભાઇ રૂપારેલીયા, દિનેશભાઇ કારીયા , નિતીનભાઇ ભારદ્વાજ, મનીષભાઇ રાડીયા, કશ્યપભાઇ શુકલ, શાંતુભાઇ રૂપારેલીયા, વિજયભાઇ કારીયા, રમેશભાઇ ઠક્કર, કાશ્મીરાબેન નથવાણી, અશોકભાઇ હિન્ડોચા, જયંતીભાઇ કાનાબાર, કે. ડી. કારીયા, ડાયાલાલ કેસરીયા, જીતુભાઇ કોટક, જનકભાઇ કોટક, પ્રફુલભાઇ રાયચુરા, નીતુભાઇ ઝીબા તેમજ વેપારી મહાજનના આગેવાનો તેમજ નંદાણી પરિવાર સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સદ્દગતની પ્રાર્થનાસભા તા. ૨૧ ના ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ સુધી પર્ણકુટીર સોસાયટી હોલ (રાજનગર ચોક પાસે, એસ્ટ્રોન સોસાયટી બગીચા સામે) રાજકોટ ખાતે રાખેલ છે. (તસ્વીર : અશોક બગથરીયા) (૧૫.૨) (11:47 am IST) Share This News Facebook Twitter Share on Google+ Blogger Follow Akilanews.com

પરીન ફર્નિચરવાળા દિપેશભાઇ નંદાણી અને અવનીબેન નંદાણીની અંતિમયાત્રામાં અશ્રુનો દરીયો ઘૂઘવ્યોઃ હજ્જારો રઘુવંશીઓ અને ભાજપ આગેવાનો પણ સ્મશાનયાત્રામાં


પરીન ફર્નિચરવાળા દિપેશભાઇ નંદાણી અને અવનીબેન નંદાણીની અંતિમયાત્રામાં અશ્રુનો દરીયો ઘૂઘવ્યોઃ હજ્જારો રઘુવંશીઓ અને ભાજપ આગેવાનો પણ સ્મશાનયાત્રામાં પરીન ફર્નિચરવાળા દિપેશભાઇ નંદાણી અને અવનીબેન નંદાણીની અંતિમયાત્રામાં અશ્રુનો દરીયો ઘૂઘવ્યોઃ હજ્જારો રઘુવંશીઓ અને ભાજપ આગેવાનો પણ સ્મશાનયાત્રામાં રાજકોટઃ રાજકોટ-સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ પરિન ફર્નિચર પરિવારના દિપેશભાઇ નંદાણી અને અવનીબેનનું ગત રવિવારે અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું. સદ્દગતની સ્મશાનયાત્રા આજે સવારે એસ્ટ્રોન સોસાયટી બગીચા સામે પર્ણકુટીર મેઇન રોડ ખાતે આવેલ તેમના નિવાસસ્થાનેથી નિકળી હતી. અંતિમયાત્રામાં લાગણીના દ્રશ્યો સર્જાયા હતા. સ્મશાનયાત્રામાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ વિજયભાઇ રૂપાણી, કશ્યપભાઇ શુકલ, રઘુવંશી સમાજના આગેવાનો હસુભાઇ ભગદેવ, રમેશભાઇ કક્કડ, હસુભાઇ ચંદારાણા, શાંતુભાઇ રૂપારેલીયા, દિનેશભાઇ કારીયા , નિતીનભાઇ ભારદ્વાજ, મનીષભાઇ રાડીયા, કશ્યપભાઇ શુકલ, શાંતુભાઇ રૂપારેલીયા, વિજયભાઇ કારીયા, રમેશભાઇ ઠક્કર, કાશ્મીરાબેન નથવાણી, અશોકભાઇ હિન્ડોચા, જયંતીભાઇ કાનાબાર, કે. ડી. કારીયા, ડાયાલાલ કેસરીયા, જીતુભાઇ કોટક, જનકભાઇ કોટક, પ્રફુલભાઇ રાયચુરા, નીતુભાઇ ઝીબા તેમજ વેપારી મહાજનના આગેવાનો તેમજ નંદાણી પરિવાર સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સદ્દગતની પ્રાર્થનાસભા તા. ૨૧ ના ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ સુધી પર્ણકુટીર સોસાયટી હોલ (રાજનગર ચોક પાસે, એસ્ટ્રોન સોસાયટી બગીચા સામે) રાજકોટ ખાતે રાખેલ છે. (તસ્વીર : અશોક બગથરીયા) (૧૫.૨) (11:47 am IST) S

Monday, July 18, 2016

પરીન ફર્નીચર પરીવારના દિપેશભાઈ નંદાણી તથા અવનીબેનનું અવસાન : કાલે સ્‍મશાનયાત્રા : ગુરૂવારે પ્રાર્થનાસભા

પરીન ફર્નીચર પરીવારના દિપેશભાઈ નંદાણી તથા અવનીબેનનું અવસાન : કાલે સ્‍મશાનયાત્રા : ગુરૂવારે પ્રાર્થનાસભા
પરીન ફર્નીચર પરીવારના દિપેશભાઈ નંદાણી તથા અવનીબેનનું અવસાન : કાલે સ્‍મશાનયાત્રા : ગુરૂવારે પ્રાર્થનાસભા
   રાજકોટ : સૌરાષ્‍ટ્રના સુપ્રસિદ્ધ પરીન ફર્નીચરવાળા સ્‍વ. ઠક્કર શ્રી ધીરજલાલ લક્ષ્મીદાસ નંદાણી તથા ગં. સ્‍વ. ઈન્‍દિરાબેન ધીરજલાલ નંદાણીના પુત્ર અને પુત્રવધુ, તે જામનગરવાળા શ્રી રમેશભાઈ ગોરધનદાસ મજેઠીયા તથા શ્રીમતી પદ્માબેન રમેશભાઈ મજેઠીયાના પુત્રી તથા જમાઈ, તે લોહાણા સમાજના આગેવાન એવા શ્રી ઉમેશભાઈ ધીરજલાલ તથા શ્રીમતી નેહાબેન ઉમેશભાઈ અને બિંદેશભાઈ ધીરજલાલ તથા શ્રીમતી મીરાબેન બિંદેશભાઈ નંદાણીના ભાઈ - ભાભી તે દિપલભાઈ તથા ભાવીનભાઈ રમેશભાઈ મજેઠીયાના બહેન - બનેવી અને દેવેનના માતા-પિતા, તે શ્રી પરીનભાઈ ઉમેશભાઈ તથા પૂજાબેન, પરીનભાઈ અને દર્શિલ ઉમેશભાઈ તથા જય બિંદેશભાઈ નંદાણીના કાકા-કાકી, શ્રી દિપેશભાઈ ધીરજલાલ નંદાણી (ઉ.વ.૪૫) તથા શ્રીમતી અવનીબેન (ચાંદનીબેન) દિપેશભાઈ નંદાણી (ઉ.વ.૪૩)નું આકસ્‍મિક દુઃખદ અવસાન થયેલ છે.
   સદ્દગતની સ્‍મશાનયાત્રા આવતીકાલે તા. ૧૯ને મંગળવારના રોજ સવારે ૮:૩૦ કલાકે તેમના નિવાસસ્‍થાન, ‘ઋષિકેશ', પર્ણકુટીર મેઈન રોડ, એસ્‍ટ્રોન સોસાયટી બગીચા સામે, રાજકોટ ખાતેથી નીકળશે.
   સદ્દગતની પ્રાર્થનાસભા તા. ૨૧ ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૫:૩૦ કલાકે પર્ણકુટીર સોસાયટી હોલ, રાજનગર ચોક પાસે, એસ્‍ટ્રોન સોસાયટી બગીચા સામે, રાજકોટ ખાતે રાખેલ છે. પિયરપક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.
 (05:53 pm IST)
 
Share This News
 
Follow Akilanews.com
Facebook
Twitter
YouTube
RSS